Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ફેસબુક પર યુવતીનાં નામનું એકાઉન્ટ બનાવી યુવકોને ફસાવતી ગેંગ ઝડપાઈ

  • June 11, 2023 

સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે એક મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરીને કુલ 5.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ ફેસબુક પર યુવતીના નામનું એકાઉન્ટ બનાવી યુવકો સાથે વાતચીત કરતા હતા. જે બાદ યુવકને મળવા માટે બોલાવતા હતા અને પોલીસની ખોટી ઓળખ આપીને રૂપિયા પડાવતા હતા. સાથે જ આ આરોપીઓ યુવકોને ઢોર માર મારીને રૂપિયા લૂંટી લેતા હતા.



આરોપીઓ મહિલાઓને પુરુષો સાથે રૂમમાં મોકલ્યા બાદ નાટક કરતા હતા. ફસાવવામાં આવનાર યુવકને ભાભી-નણંદ, ભાઈ-બહેન, પોલીસની ખોટી ઓળખ આપવામાં આવતી હતી. ત્યારબાદ પોલીસ કેસની ધમકી આપીને રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર આવા ઘણા એકાઉન્ટ્સ છે જેમાં મહિલાની તસવીર હોય અને વિગતો પણ હોય છતાં તેનો ઉપયોગ પુરુષો દ્વારા થતો હોય. આવા એકાઉન્ટમાંથી થતી ગેરકાયદે બાબતોને કારણે હાલના સમયે લોકોને ચેતી જવાની જરૂર છે. જોકે, હનીટ્રેપ સહિતની સાયબર ઘટનાઓમાં આમ તો ક્યારેય ફસાવવા જેવું લાગે તો તુરંત પોલીસની મદદ માગવાથી યોગ્ય નિરાકરણ મળ્યાના અઢળક કિસ્સા છે. આ ઉપરાંત દરેકે સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે વાતચીત કરવામાં ઘણું ધ્યાન રાખવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application