સુરતનાં પલસાણાનાં રીક્ષા ચાલકને લોન અપાવવાની લાલચ આપી બે ભેજાબાજોએ બે ઠેકાણેથી કુલ રૂપિયા 6.50 લાખની બારોબાર લોન લઇ ભરપાઇન નહીં કરવા ઉપરાંત થાય તે કરી લેવાની ધમકી આપ્યાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે. પલસાણાના જોળવા ગામની આરાધના ડ્રીમ-2 સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક ગોવિંદા શ્રવણ આહીરે (ઉ.વ.24) પોતાના પેસેન્જર હિતેન્દ્ર મિશ્રા હસ્તક લોન માટે સુરજ શૈલેન્દ્ર મિશ્રાનો સંર્પક કર્યો હતો. સુરજે લોન કરાવી આપવાની લાલચ આપી ગોવિંદાનો આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટસ લઇ અવિનાશ મૌર્યાનો સંર્પક કરાવ્યો હતો. અવિનાશે લોન માટે ક્રિષ્ના મૌર્યાને કામ સોંપ્યું હતું અને ક્રિષ્ણાએ પે-ટીમ મારફતે રૂપિયા 1.50 લાખની લોન કરાવી માત્ર રૂપિયા 1 લાખ ગોવિંદાને આપ્યા હતા.
જ્યારે સુરજે બારોબાર વનકાર્ડ એપ્લિકેશનમાંથી રૂપિયા 5 લાખની લોન કરાવી લીધી હતી. ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં વનકાર્ડનો ક્લેકશન એજન્ટ ઉઘરાણીએ આવ્યો હતો અને ગોવિંદના નામે રૂપિયા 5 લાખની લોન અને બે હપ્તા તથા વ્યાજ સાથે રૂપિયા 5.70 લાખ ભરવાના છે એવું કહેતા ગોવિંદા ચોંકી ગયો હતો. ગોવિંદાએ સુરજ પાસે ઉઘરાણી કરી તો સુરજ અને તેના પિતાએ ધમકી આપી હતી કે તારાથી થાય તે કરી લે, મારે કોઇ પૈસા આપવાના નથી, બીજીવાર પૈસા માંગવા આવતો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application