Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દસ્તાન ગામે મેડિકલ સ્ટોર્સની આડમાં દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • March 02, 2023 

પલસાણાનાં કારેલી ગામે આવેલ સરકારી દવાખાના મેડીકલ ઓફિસરને મળેલ ફરિયાદનાં આધારે દસ્તાન ગામે મેડિકલ સ્ટોર્સની આડમાં ચાલતું દવાખાનું પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે રૂપિયા 33,807/-નાં મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડૉ પૂનમબેન વળવીને ફરિયાદ મળી હતી કે, દસ્તાન ગામે શિવ સાગર સોસાયટી બહાર આવેલા ગોલ્ડન પોઇન્ટ ખાતે રાજાજી ફાર્મસી નામની દવાનું વેચાણ કરતી દુકાનમાં બોગસ ડિગ્રી ધરાવતા ઇસમ દ્વારા દવાખાનું ચલાવવામાં આવે છે અને ત્યાં દર્દીઓને ઇન્જેક્શન, ગ્લુકોઝના બોટલો ચઢાવવામાં આવે છે તેવી માહિતીના આધારે ડૉ.પૂનમ વળવીની ટીમ સાથે પલસાણા પોલીસને સાથે રાખી તપાસ કરતા મેડિકલ સ્ટોરની અંદરના ભાગે હોસ્પીટલ ચાલતી હોય તે પ્રમાણે તબીબી પરીક્ષણ કરવાના સાધનો, વગેરે મળી આવ્યા હતા.







જ્યારે મેડિકલ સ્ટોર ચલાવતા ઇસમ પાસે લાયસન્સની માંગણી કરતા તેઓ પાસે માત્ર ફાર્માસિસ્ટ તરીકેનું દવાની દુકાન ચલાવવાનું સર્ટિફિકેટ હતું અને તબીબી વ્યવસાય કરવા માટેનું કોઈ સર્ટિફિકેટ નહી હોવાથી મેડિકલ સ્ટોર્સની આડમાં બોગસ દવાખાનું ચાલતું હોવાનું ઝડપાઇ જતાં પલસાણા પોલીસે જરૂરી કાયદેસરના કાગળો બનાવી પોતે ડોકટર નહી હોવા છતાં ડૉ શશિપાલસિંહ મહિપાલસિંહ સીંઘ (ઉ.વ.31, રહે.બગુમરા, સુવર્ણ રેસિડેન્સીમાં, 404 નંબરનું મકાન, તા.પલસાણા) તરીકેની ઓળખ આપી દવાખાનું ચલાવતા હોવાથી ત્યાંથી રૂપિયા 33,807/-ની દવા તેમજ તબીબી પરીક્ષણના સાધનો કબ્જે કરી તેઓની પલસાણા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application