Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં તાજપોર બુજરંગ ગામે બોરની મોટર ચાલુ કરવા જતાં ઈસમનું કરંટ લાગતા મોત નિપજ્યું

  • June 12, 2024 

બારડોલી નવસારી રાજ્ય ઘોરીમાર્ગ ઉપર આવેલા તાજપોર બુજરંગ ગામે બોરની મોટર ચાલુ કરતા સમયે કરંટ લાગતા 45 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં તાજપોર બુજરંગ ગામે આવેલ ટાંકી ફળિયા મુકામે રહેતો દિલીપ અર્જુન કોંકણી નામનો 45 વર્ષીય ઈસમ બોરની મોટર ચાલુ કરવા જતા તેને કરંટ લાગ્યો હતો. જોકે ભારે કરંટના કારણે તેના જમણા હાથમાં કોણી સુધી દાઝી જતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસ મથક દ્વારા અકસ્માત મોતની નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application