બારડોલી તાલુકાનાં સેજવાડ ગામે રહેતા એક યુવકે અગમ્ય કારણ સર ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, સેજવાડ ગામે રહેતો પીયૂષભાઈ રાજુભાઇ હળપતી (ઉ.વ.26) નાએ ગત તા.9નાં રોજ પોતાના ઘરમાં રાખેલ ઝેરી દવા ગટગટાવી જતા પરિવારનાં સભ્યોએ તેમને સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન પિયુષભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application