સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે એક મહીલાનાં ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂનો રૂપિયા 58,000/-નો જથ્થો કબ્જે કરી સ્થળ પરથી એક મહીલાને જડપી પાડી હતી તેમજ દારૂનો જથ્થો આપી જનાર ગામની એક મહીલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહીતી અનુસાર, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ મંગળવારનાં રોજ પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે સમયે સયુંકત રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં બલેશ્વ ગામે ગાળા ફળીયામાં રહેતી એક મહીલાના ઘરી પાછળના ભાગે વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી આધારે પોલીસની ટીમે તાત્કાલીક સ્થળ પર જઇ તપાસ કરતા ઘરની પાછળના ભાગે પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 468 જેની કિંમત રૂપિયા 58,000/-નો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી કમુબેન ચંદુભાઇ ઢીમ્મરને પોલીસે જડપી પાડ્યા હતા. તેમજ વિદેશી દારૂનો જથ્થો આપી જનાર નીતબેન પરભુભાઇ કો.પટેલ (રહે.બલેશ્વર ગામ,પલસાણા) જેઓને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500