માંડવી તાલુકાનાં પુના ગામે છેલ્લા કેટલાક દિવસથી આટાફેરા મારતો દીપડા અંગેની જાણ સ્થાનિક અગ્રણી દ્વારા કરવામાં આવી હતી વન વિભાગએ પાંજરૂ ગોઠવતાની સાથે જ દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. મળતી માહિતી અનુસાર, માંડવીનાં પુના ગામે આમલી ફળિયામાં દિપડો કેટલાક દિવસથી કૂતરાનાં બચ્ચાને શિકાર બનાવતો આવ્યો હતો.
જે અંગેની જાણ સ્થાનિક તથા યુવા અગ્રણી દિવ્યેશભાઈ ચૌધરીએ વન વિભાગને કરતા પાંજરૂ ગોઠવી ગોઠવ્યું હતું. વન વિભાગએ મરગાના મારણ સાથે વસંતભાઈ ચૌધરીનાં ઘર નજીક મુકેલા પાંજરામાં રાત્રે જ દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે દીપડો પાંજરે પુરાયો હોવાનું વન વિભાગને જાણ થતાં જ ઘટના સ્થળે આવી દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application