સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે રેલ્વે યાર્ડમાં સુરતથી ભુસાવલ તરફ જતી ગુડ્સ ટ્રેન અડફેટે અંદાજીત 55 વર્ષીય આધેડને ગંભીર ઈજાઓ સાથે મોત નીપજ્યું હતું. રેલ્વે પોલીસે અજાણ્યા મૃતકનાં પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ચલથાણ રેલ્વે સ્ટેશનની પશ્ચિમ યાર્ડમાં કિ.મી.નં. 10/04-06 વચ્ચે ટ્રેન નં ડાઉન KNW BCN ટ્રેનની ટક્કર લાગતાં આશરે 55 વર્ષીય અજાણ્યા આધેડનું ગંભીર ઈજાઓ સાથે મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસે મૃતક આધેડનાં મૃતદેહનો કબ્જો લઈ તેના વાલી વારસદાર શોધવાની તપાસ હાથ ધરી છે. ટ્રેન અડફેટે મૃત્યુ પામેલા 55 વર્ષીય આધેડ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ, ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ અને આધેડે વાદળી કલરનો આખી બાયનો શર્ટ, સફેદ પેન્ટ પહેરો હોવાનું જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500