Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : KTM બાઈક ઝાડ સાથે અથડાતા બે યુવકોનાં મોત

  • October 11, 2022 

ઉમરપાડાથી સેલંબા તરફ જતા રોડ પર પુરપાટ ઝડપે દોડતી KTM કેટીએમ બાઈકનાં સ્ટેયરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવતા બાઈક રસ્તાની બાજુમાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક અને તેની સાથે પાછળ બેસેલા શખ્સનું મોત નિપજ્યું હતું, નિઝર પોલીસે નંબરથી બનાવ દાખલ કર્યો છે.




મળતી માહિતી મુજબ, ઉમરપાડાથી સેલંબા તરફ જતા રોડ પર સટવાણ ગામે ચૂલી ફળિયા પાસે બસ સ્ટેશનથી થોડેદુર રવિવારના બજાજ કંપની KTM બાઈક નંબર GJ/26/AA/7723નો ચાલક આશિષભાઈ સુવર્ણસિંગ વસાવે (ઉ.વ.23, રહે.ગંગથા ગામ દવાખાનું ફળિયું, તા.કુકરમુંડા) નાનો અને સ્વરાજભાઈ કુંવરસિંગભાઈ વળવી (ઉ.વ.25, રહે.ઝીરીબેડા) સાથે કેટીએમ બાઈક પર નિકળ્યા હતા.




તે દરમિયાન સટવાણ ગામે ચૂલી ફળિયા પાસે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડ નીચે ઉતરી એક ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક આશિષભાઈ વસાવે અને તેની સાથે બાઈક પાછળ બેસેલો સ્વરાજભાઈ વળવીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, બનાવ અંગે અક્ષયભાઈ વસાવે નાઓની ફરીયાદના આધારે ન્યુ પોલીસ હેડક્વાટર અઠવાલાઇન્સ-સુરત ખાતે ફરિયાદ દાખલ કરી નિઝર પોલીસ મથકે 0 નંબરથી સોમવારનાં બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application