સુરતનાં બારડોલી તાલુકાનાં નોગામા રહેતા રમેશભાઈ વિઠ્ઠલભાઈ આર્ય મંગળવારનાં રોજ તેમની મોટરસાઇકલ પેસનપ્રો પર પત્ની ભાનુબેન સાથે બારડોલી ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા જ્યાંથી મોડી સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે બારડોલી નવસારી રોડ પર આવેલ વડોલી ગામનાં પાટીયા નજીક મંદિર પાસે તેમની મોટર સાઇકલને આંતરી બે મોટર સાઇકલ પર આવેલા બે અજાણ્યા યુવાનો ભાનુબેનના ગળા માંથી 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડી નવસારીનાં રસ્તે ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે રમેશભાઈ આર્યએ બારડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application