બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામની સીમમાં એન.જી પટેલ પોલીટેક્નિકનાં બે વિદ્યાર્થીઓને ખાડી પર અકસ્માત નડ્યો હતો. જોકે શનિવાર અને રવીવારની રજામાં બાઈક પર સાથી વિદ્યાર્થી સાથે નીકળેલ બે વિદ્યાર્થીઓને અકસ્માત નડતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં ઇસરોલી ગામની સીમમાં એન.જી પટેલ પોલીટેકનીક કોલેજ આવેલી છે. જે કોલેજમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જીનયરિંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. વલસાડ ખાતે રહેતો 20 વર્ષીય ઓમ ચેતન જોશી 2 દિવસની રજા દરમિયાન પોતાના ઘરે જવા માટે બાઈક પર નીકળ્યો હતો.
જોકે સાથે અભ્યાસ કરતો અને પલસાણાનાં નવા ફળિયામાં રહેતો 19 વર્ષીય ઓમ ભાવેશભાઈ રંડેસીયા પણ ઓમ જોશી સાથે બાઈક પર નીકળ્યો હતો. આ દરમિયાન માત્ર કોલેજથી 200 જ મીટરનાં અંતરે બંને યુવકોને એક ટ્રકનાં ચાલકે અડફેટે લીધા હતા. અને વળાંકમાં સામેથી આવતી ટ્રક નંબર MH/40/N/3275નાં ચાલકે બાઇક સવાર બંને યુવકોને અડફેટે લીધા હતા. આમ બંને યુવકોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ દ્વારા ઓમ જોશીને મૃત જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500