સુરત LCB શાખાનાં પોલીસ માણસો અલગ અલગ ટીમ બનવાની સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ચોક્કસ દીશામા વર્કઆઉટ માટે કીમ-કોસંબા વિસ્તારમાં ખાનગી રાહે વોચ પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન LCB શાખાનાં A.S.I તથા હેડ કોન્સ્ટેબલ નાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, કીમ ચારા રસ્તા ખાતે રહેતો વિજય ઉર્ફે પેટલો તથા તેનો માણસ ચોરીના મોબાઈલ ફોન લઈ કીમ તરફ જવાના રોડ ઉપર સાનીધ્ય એપાર્ટમેન્ટ પાસે કોઈ ગ્રાહક આવે તો વેચાણ કરવા ઉભા છે. જે પૈકી વિજયે કાળા કલરનું પેન્ટ તથા મરૂન કલરનું ગોળ ગળાવાળુ ટી-શર્ટ પહેરેલ છે.
જોકે તેવી ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર ગઈ તપાસ કરતા સ્થળ પરથી વિજય ઉર્ફ પોટલો જીણાભાઈ રાજપૂત અને અસલમ સ્લિમભાઈ ઉર્ફે નઈનામોરી સમા (ઉ.વ.19) (બંને રહે.કોહિનૂર રેસિડેન્સી પાલોદ, માંગરોળ) નાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 20,000/- તેમજ બે મોબાઈલ બાબતે પુછપરછ કરતા તેઓએ કબુલ્યું હતુ કે, પીપોદરા ગામની સીમમાં કામધેનુ પેલેસ કોમ્પલેક્ષ માંથી રોકડા રૂપીયા 25,000/- અને એક ઓપો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન તથા લીડીંયાત ગામની સીમમાં એક સોસાયટીમાંથી એક Oppo કંપનીનો મોબાઈલ ફોન ચોરી કબૂલાત કરી હતી.
આમ, પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 20,000/- તથા 2 નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 30,000/- મળી કુલ રૂપિયા રૂપિયા 50,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી માટે કોસંબા પોલીસને સોંપ્યા હતા. પોલીસે કોસંબા પોલીસ મથકનાં નોંધાયેલા બે ગુનાનો ઉકેલ આણ્યો હતો અને બંને આરોપીનાં ગુનાહિત ઇતિહાસ તપાસ વિજય રાજપૂત રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500