બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામે રાત્રીનાં બાઈક પર ત્રણ જેટલા તસ્કરો આવ્યા હતા. જયારે ભુવાસણ ગામે પટેલ ફળિયામાં સુરેશભાઈ નરોત્તમભાઈ પટેલનાં બંધ ઘરના તાળા તોળી હાથફેરો કરી ગયા હતા. એક મહિના પહેલા જ પરિવારજનો વિદેશ ગયા હતા. ભુવાસણ ગામે આવેલા ત્રણ જેટલા તસ્કરો CCTVમાં પણ કેદ થયા હતા. જેઓના હાથમાં તલવાર જેવા ઘાતક હથિયાર પણ હોવાનું જણાયું હતું.
જોકે આટલાથી સંતોષ નહીં માનતા તસ્કરોએ નજીકમાં જ આવેલા પલસાણા તાલુકાના પુણી ગામને નિશાન બનાવ્યું હતું. અને જ્યાં પુણી ગામે વચલા ફળિયામાં પહેલા ભરતભાઈ દેસાઈના ઘરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળ જતા નજીકમાં જ રહેતા કીર્તિભાઈ ભીખુભાઈ દેસાઈના બંધ ઘરના તાળા તોડીને તસ્કરોએ સમાન વેરવિખેર કર્યો હતો. આ પરિવાર પણ વિદેશ હોય જેથી ચોરીની માલમતા અંગે ચોક્કસ વિગતો બહાર આવી શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application