Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Saved life : ટ્રાફિક બ્રિગેડનાં ત્રણ જવાનોએ સમય સૂચકતા વાપરી કચરો વીણવા વાળી મહિલાનો જીવ બચાવ્યો

  • August 26, 2022 

કડોદરા પંથકમાં બનેલ એક બનાવમાં ત્રણ TRBનાં જવાનોએ એક સામાન્ય કચરો વીણતી મહિલાને ખેંચ આવતા સમય સુચકતા વાપરી presents of mindનું પ્રદર્શન કરી મહિલાનો જીવ બચાવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, કડોદરા GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા TRB ટ્રાફિક બ્રિગેડનાં જવાનો વિજય બોરખે, રાજ ચૌધરી અને મુકેશ પાટીલ મંગળવારની રાતે 10 વાગ્યાનાં અરસામાં કડોદરા ચાર રસ્તા પર ફરજ ઉપર હાજર હતા.




તે સમયે કચરો વીણવા વાળી એક સામાન્ય મહિલાને ચાર રસ્તા પર રોડ ઉપર જ ખેંચ આવતા રોડ વચ્ચે જ ઢળી પડી હતી. જે સમગ્ર ઘટના ફરજ ઉપરના હાજર TRB જવાનોને નજરે પડતાં તાત્કાલિક રોડ ઉપર ઢળી પડેલી મહિલા પાસે દોડી જઇ તેને ઊંચકી રોડની સાઇડ ઉપર ફૂટપાથ ઉપર સુવડાવી પ્રાથમિક સારવારના ભાગરૂપે એક જવાને પગના તળિયામાં માલીસ કરવા લાગ્યો તો બીજા જવાને હાથની હથેળીઓ ઉપર માલિસ કરતા ત્રીજો જવાન દોડીને નજીકથી કાંદો લઈ આવી સુઘાડતા મહિલા ભાનમાં આવી હતી.




આમ, સુરત રૂરલના કડોદરા ચાર રસ્તાના ટ્રાફિક બ્રિગેડનાં ત્રણ જવાનોએ એક ગરીબ સામન્ય રસ્તે જતી કચરો વીણવા વાળી મહિલાનો જીવ બચાવવા સમય સૂચકતા અને presents of mindનું શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને કોઈપણ ભેદભાવ વિના મહિલાનો જીવ બચાવી ખરેખર એક ઉમદા અને માનવતા વાદી નિસ્વાર્થ ભાવે કરેલી કામગીરીનાં કારણે એ સાબિત થાય છે કે, માનવતા હજી મરી પરવારી નથી TRB જવાનનાં આ સરાહનીય કામની નોંધ આસપાસનાં વિસ્તારનાં લોકોએ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application