મૂળ અમરેલીનાં અને હાલ ડભોલી વિસ્તારમાં રહેતા પરિવાર 10 દિવસ અગાઉ સંબંધીને ત્યાં શુભ પ્રસંગમાં ગયા હતા. જયાંથી રાતે તેઓ 10 વાગ્યે પરત આવ્યા ત્યારે પરિવારની ધોરણ-7માં અભ્યાસ કરતી પુત્રી સીમા (નામ બદલ્યું છે) એ ઘરનો દરવાજો ખોલવામાં વિલંબ કર્યો હતો. આ ઉપરાંત દરવાજો ખોલ્યો ત્યારે તે ગભરાયેલી હતી અને ઘરમાં પ્રદીપસિંહ ગંભીરસિંહ સોલંકી (ઉ.વ.24, રહે. નારાયણનગર,સુર્યદર્શન એપાર્ટમેન્ટ,વેડરોડ અને મૂળ.જુના નાવડા,તા.બરવાળા,જિ.બોટાદ) ની શંકાસ્પદ હાજરી જણાતા તેને પકડીને પૂછપરછ કરી હતી.
જોકે શરૂઆતમાં પોતાનું ડ્રોન તેમના ધાબા પર આવ્યું હોવાનું જુઠાણું ચલાવ્યા બાદ પોતાને સીમાએ મળવા બોલાવ્યાનું અને છેલ્લા બે મહિનાથી એકબીજાનાં સંર્પકમાં હોવાની કબૂલાત કરી હતી. પરિજનોએ સીમાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પ્રદીપે જબરસજસ્તી તેને કીસ કરી છે અને જે તે વખતે પ્રદીપે માફી માંગી લેતા તેને જવા દીધો હતો. પરંતુ તેણે પુનઃ સીમા સાથે સંર્પક કેળવી કનડગત કરવાનું શરૂ કરતા સીંગણપોર પોલીસમાં છેડતીની નોંધાયેલી ફરીયાદ અંતર્ગત પોલીસે પ્રદીપની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500