સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આજે સવારે સ્કૂલ વાનને કાર ચાલકે ટક્કર મારતા વાનમાં બેસેલા 9 જેટલા નાના વિદ્યાર્થીઓ ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જયારે વાનમાં બેસેલી એક બાળકીને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી.
બનાવની વિગત એવી છે કે, આજે સવારે 6:10 કલાકે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં શારદાયતન શાળાની વાન પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક કાર ચાલકે તેને અડફેટમાં લેતા શાળાની વાન પલટી થઈ ગઈ હતી. જયારે શારદાયતન શાળાના વાનમાં આશરે 9 જેટલા વિદ્યાર્થીઓ હતા. શાળાની વાન ધડાકાભેર આખી પલટી ખાઈ જતા અંદર બેસેલા વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી.
જયારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જેમા સ્પષ્ટ પણે જોવા મળે છે કે, પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે શાળાની વાનને ટક્કર મારી હતી. શાળાની વાન પલટી થતા ત્યાં મોર્નિંગ વોક માટે આવેલા લોકો સ્થળે દોડી આવ્યા હતા અને આશરે 15 થી 20 જેટલા લોકોએ વાનને સીધી કરી હતી અને બાળકોને હેમખેમ કરી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાની વાન CNG હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
જોકે સ્થાનિકોના જણાવ્યાનુસાર, કાર ચાલક પૂરઝડપે આવી રહ્યો હતો અને વળાંક લેતી સ્કૂલ વેનને અડફેટે લીધી હતી. અહીં સ્પીડબેકર ન હોવાના કારણે અવારનવાર દુર્ઘટના બનતી હોય છે અત્યાર સુધીમાં 5 જેટલા અકસ્માત બન્યા છે. એક વ્યક્તિ થોડાક સમય પહેલા અકસ્માતમાં મૃત્યુ પણ પામ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500