કાપોદ્રામાં યુવક સાથે પત્ની તરીકે રહેતી સગીરાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પેનલ પીએમની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. બનાવની વિગત એવી છે કે, કાપોદ્રાનાં વિહળનગર ખાતે રહેતી 17 વર્ષીય સગીરાનો રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને રૂમમાં છતનાં હુકમાં દુપટ્ટો બાંધેલો હતો અને સગીરાનો મૃતદેહ જમીન પર સુતેલી હાલતમાં મળી આવતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જોકે યુવકે સગીરા તેની પત્ની હોવાની તેમજ પરિવારની સંમતિથી બંનેનાં લગ્ન થયા હોવાની અને બંને વચ્ચે રકઝક થતી હોવાથી તેમાં માઠુ લાગી આવતા સગીરાએ ફાંસો ખાઈ લીધાનું જણાવ્યું હતું તેમજ પોતે સગીરાને નીચે ઉતારાયા બાદ મૃત હોવાની જાણ થતા ડરનાં કારણે ભાગી ગયો હોવાની પણ કબુલાત કરી હતી. બનાવ અંગે પોલીસ સગીરાનાં માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application