માંડવીમાં અગાઉ કરેલી અરજી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા બાપ-દીકરાએ એક એક્ટિવાની તોડફોડ કરી આગ ચાંપી દેતા ચકચાર મચી હતી જોકે બંને પક્ષે માંડવી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં માંડવી ટાઉનમાં શિવજીનગરમાં રહેતા અને ધોરણ-11માં અભ્યાસ કરતા તુષારભાઈ છોટુભાઈ પવાર (ઉ.વ.17) નાઓ શનિવારે મોડી રાતે પોતાની એક્ટિવા નંબર GJ/19/BD/3837 પર વિવેક ઉર્ફે કાનો રાઠોડ અને વિશાલ ઉર્ફ શંભુ રાઠોડ અને રોશન રાઠોડ તેમજ KTM ગાડી લઈ માંડવીના ઢોબણી નાકા પાસે નાસ્તો કરવા ગયા હતા.
તે દરમિયાન ચાર મિત્રો પૈકીના તુષારભાઈ અને વિવેક ઉર્ફ કાનો રાઠોડ બંને નજીકમાં પેટ્રોલ પુરાવવા ગયા હતા તે સમયે વિવેકનાં ફોન પર શંભુ ગામીતની ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હામીશભાઈ સોલંકી અને તેના બે દીકરાઓ આવ્યા અને અમને અમારી સાથે ગાળાગાળી કરતા અમે એક્ટિવા ત્યાં જ મૂકી આવી ગયા છે જેથી તુષારભાઈ અને તેના મિત્ર નાસ્તાની દુકાને જતા ત્યાં હામીશભાઈ અને તેના બે દીકરાઓ તુષારભાઈ અને તેના ત્રણ મિત્રો સાથે બોલાચાલી કરી લાકડા વડે તુષારભાઈની એક્ટિવા લાકડા વડે ફટકા મારી તોડી નાખી આગ ચાંપી દીધી હતી.
તો બીજી તરફ હામીશભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરે એકલા હતા ત્યારે વિવેક ઉર્ફે કાનો રાઠોડ, વિવેક ઉર્ફે શંભુ ગામીત, તુષારભાઈ છોટુભાઈ રાઠોડ અને રોશન રાઠોડ આવ્યા અને અગાઉ કરેલી અરજીના અદાવતમાં ગાળો બોલી મારમારતા હામીશભાઈનાં બે પુત્ર અંશ અને એકલવ્ય બચાવમાં આવ્યા હતા એ ચારેય મળીને ત્રણ બાપ દીકરાને ઢોર માર માર્યાનાં આરોપ સાથે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500