સુરત જિલ્લાનાં માંડવી પોલીસ મથકમાં ફરજ બજાવતા અને માંડવી તાલુકાનાં પાતન ગામે પોલીસ લાઇનમાં રહેતા સનથભાઈ જયસુખભાઈ ગામીત પોલીસ જવાને શુક્રવારે સવારે પોતાની પત્ની સાથે સવારમાં જમવા બનાવવા બાબતે સામાન્ય ઝગડો બોલાચાલી થતા માઠું લાગી આવતા ઘરમાં રહેલા ચપ્પુ વડે ડાબા હાથમાં કાંડા નજીક હાથની નસ કાપી નાખતા લોહીલુહાણ થઈ ગયું હતુ. જોકે લોહી જોઈને પોલીસ જવાન યુવાન ગભરાઈ જતા પોતે જ યુવાન પોતાની ફોર વિલ લઈ માંડવીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે માંડવી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application