સુરત જિલ્લાનાં પલસાણા ગામે આહીર ફળિયામાં ઈશ્વર વિલામાં રહેતા માજી સરપંચની 26 વર્ષીય પુત્રી કાજલબેન ગુરુવારે વહેલી સવારે પોતાના બેડરૂમને અંદરથી બંધ કરી દીવાલ સાથેની બારીનાં સળિયા સાથે પોતાનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. જોકે વહેલી સવારે દીકરી પોતાના રૂમ માંથી બહાર નહિ આવતા પરિવારે તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે એકાએક દીકરીનાં મોતથી આહીર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application