બારડોલી નગરમાં પાર્ક કરેલ આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર રાજેન્દ્રભાઈ સોલંકીની કારનો કાચ તોડી રૂપિયા 20 લાખ ભરેલી બેગ ચોરી જવાનો પ્રયાસ કરનાર આરોપીને જિલ્લા LCBની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસ મથકની સામે થોડા દિવસો અગાઉ પાર્ક કરેલ કાર નજીક અજાણ્યા બે બાઇક સવાર યુવકો આવી કારનો કાચ તોડી રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના નગરનો એક યુવક જોઈ લેતા તેણે બેગ ચોરી ભાગનાર યુવકોનો પીછો કર્યો હતો અને બૂમા બૂમ કરતાં ચોર ઇસમો બેગ રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ ઘટના બાબતે કાર માલિક બારડોલી વિધાનસભા આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીએ ફરિયાદ આપી હતી જે અંગે તપાસ દરમિયાન ગતરોજ PSI તથા હેડ કોન્સ્ટેબલ નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, તાજેતરમા બારડોલી ટાઉનમા એક મોટરસાઈકલ ઉપર આવેલ બે અજાણ્યા આરોપીઓએ ફોરવ્હિલ કારનો કાચ તોડી રૂપિયા 20 લાખની ચોરી કરી, નાશી ગયેલ જે ચોરી અમદાવાદ શહેરના છારા ગેંગના કલાપી છારા નામના ઈસમે તેના સાગરીત સાથે કરેલ છે. તેમજ હાલમાં આ કલાપી છારા અમદાવાદથી મુંબઈ જતા નેશાલ નેશનલ હાઈવે નંબર-48 ઉપર કડોદરા ચાર રસ્તા ઓવર બ્રીજનાં નાકા પાસે સર્વીસ રોડ ઉપર એક મોટરસાઈકલ નંબર GJ/0/MX/4526 લઈ ઉભેલ છે. જેણે શરીરે કથ્થઈ કલરનુ શર્ટ તથા ક્રીમ કલરનુ પેન્ટ પહેરેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસે કડોદરાથી કલાપી દોલતભાઈ ઘમંડે (રહે. ફ્રી કોલોની, ફુલવાલીગલીમા, કુબેરનગર, છારાનગર, અમદાવાદ)નાને મોટરસાઈકલ સાથે ઝડપી પાડી ગુના સબંધમાં સઘન પુછપરછ કરતા બારડોલી ખાતે કારનો કાચ તોડી, રૂપિયા વીશ લાખની ચોરી પોતાના મિત્ર સાથે કરેલ હોવાની ગુનાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી મોટરસાઇકલ કબ્જે લીધું હતુ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આરોપીના માથે અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ મથકનાં ગુના નિધાયેલા હોવાનું જાણવા મળ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500