સુરત જિલ્લાનાં 7 ઇલેક્ટ્રીસિટી એક્ટ હેઠળ ચોરીનાં ગુનાનાં બે વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા એલ.સી.બી.એ કામરેજ ખાતેથી ઝડપી પાડ્યા હતા. જોકે બંને ઈસમો પાસેથી પોલીસે રૂપિયા 48 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં ઇલેક્ટ્રીસિટી ચોરીના ગુના એકટ હેઠળ બારડોલી રૂરલ પોલીસ મથકમાં 3 ગુનાઓ, માંગરોળ પોલીસ મથકમાં 2 ગુનાઓ, કોસંબા પોલીસ મથકમાં તેમજ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીનાં ગુનાનાં વોન્ટેડ આરોપી રાકેશ દશરથભાઈ પટેલ અને મુકેશ ગોકુલચંદ જૈન કામરેજ ખાતે હાજર હોવાની બાતમી મળતાં સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે કામરેજ ગામમાં મામાદેવ મંદિર પાસે આવેલા પતરાના ગોડાઉનમાં રેડ કરી હતી.
તે દરમિયાન પોલીસને ગોડાઉન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ 698 જેની કિંમત રૂપિયા 48,60/- અને 3 નંગ મોબાઇલ તથા રોકડ તેમજ એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2,02,260/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને વોન્ટેડ આરોપીઓની અટકાયત કરી હતી અને નયન રાજેશભાઇ ચાવડા તેમજ મહાદેવને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500