Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પાર્કિંગ માંથી ચોરી થયેલ મારૂતિ કાર સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

  • October 04, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં આંબોલી ખાતે આવેલ સહકાર એપાર્ટમેન્ટના પાર્કિંગ માંથી ચોરેલી મારૂતિ સુઝુકી કંપનીની ઝેન ફોર વ્હીલ ગાડી સહિત કામરેજ પોલીસે બે આરોપીને વેલંજા વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા. બનાવની વિગત એવી છે કે, આંબોલી ખાતેના સહકાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા ભંગારના વેપારી સત્તાર જોસેફ મન્સૂરીની માલિકીની ફોર વ્હીલ ઝેન ગાડી નંબર GJ/05/AG/3384ના સ્થળે પાર્કિગ માંથી ચોરી થતાં તેમણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



જે ઘટનાને આધારે કામરેજ પોલીસ દ્વારા ફોર વ્હીલ ચોરીમાં સામેલ આરોપીને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કામરેજ પોલીસને મળેલી બાતમી મુજબ ચોરેલી ઝેન ગાડી લઈ આરોપીઓ કામરેજની રાજ હોટલથી વેલંજા તરફ જનાર છે. જે બાતમી મુજબ કામરેજ પોલીસે ચોરીની ઝેન ગાડી સહિત કામરેજના આંબોલીના સહકાર નગર રાજ ટાવર એપાર્ટમેન્ટ ખાતે રહેતા સરફરાઝ ઉર્ફે સફફુ યાસીન પઠાણ તેમજ નાઝીર રફીક પઠાણને ઝડપી પાડયા હતાં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application