Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનું વહન કરનાર એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • January 25, 2023 

પલસાણા પોલીસ પી.આઇ. તેમજ સ્ટાફ નાઓને સયુંકત રાહે બાતમી મળી હતી કે, એક ઇકો કારમાં ચોરખાનું બનાવી મોટી સંખ્યામાં વિદેશી દારૂ લઈ જવાઇ રહ્યો છે. જે બાતમી આધારે પોલીસની એક ટીમે પલસાણાના મિઢોળા નદી નજીક માખીગાં ગામે આવેલ હાઇવેને ચેક પોસ્ટ પર વોચ ગોઠવી નવસારી તરફથી આવતી ઇકો કાર નંબર GJ/21/BC/0729ને અટકાવી તપાસ કરતા કારમાં સીટ નીચે બનાવેલા ચોરખાના માંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 183 નંગ બોટલ મળી આવી હતી.



આમ, પોલીસે રૂપિયા 34,800/-ની કિંમતની વિદેશી દારૂ તેમજ ગુનામાં વપરાયેલી 2 લાખની કિંમતની કારને કબ્જે કરી કાર ચાલક જોગસિંગ શંભુસિંગ રાજપૂત (રહે.જોળવા, ગાર્ડન સીટી સોસાયટી, તા.પલસાણા મૂળ રહે.બાડમેર રાજસ્થાન)ની અટકાયત કરી વાપીનાં દિનેશ નામના વ્યક્તિ સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application