માંગરોલ તાલુકાનાં લીમોદ્રા ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગારની પ્રવૃતીને નાબુદ કરવા બાબતે પેટ્રોલીંગમા હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, લીમોદ્રા ગામનાં પ્રોહી લીસ્ટેડ બુટલેગર્સ પ્રવિણભાઇ ઉર્ફે કાળુ તથા તેનો છોકરો કિશન તથા ભૈરવ મારવાડી એમ ત્રણ લોકો મંદિર ફળીયામાં જયાબેન રમેશભાઇ ગોમાનભાઇ પટેલનાં ઘરનાં પાછળનાં ભાગે વાડામાં બનાવેલ બાથરૂમમાં વિદેશી દારૂ છુપાવી ત્યાથી સગેવગે કરવાની પેરવીમા છે.
જે ચોક્કસ બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા વિદેશી દારૂનાં જથ્થા સાથે આરોપી કિશન પ્રવિણભાઇ ઉર્ફે કાળુ નટવરભાઇ પટેલ (ઉ.વ.27, રહે.લીમોદ્રા ગામ, વચલુ ફળીયુ,માંગરોલ) નાને ઘરમા બાથરૂમમા છુપાવેલ વિદેશી દારૂ તથા ટીન બીયરની બાટલી નંગ 786 જેની કિંમત રૂપિયા 70,800/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ ગુનામાં પ્રવીણભાઈ કાળુભાઇ પટેલ અને ભૈરવ મારવાડી (બંને રહે. લીમોદ્રા) નાઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500