Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

  • September 12, 2022 

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં સુરાલી ગામે રહેતો એક યુવક તેના મિત્રને લઈ તેના ઘરે ગઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં સામે આવતી અન્ય એક મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જાતા ચાલક યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, માંગરોળનાં સુરાલી ગામે નિશાળ ફળિયામાં રહેતા પિંકેશ નટવરભાઈ વસાવા (ઉ.વ.23) નાઓ ગણેશ વિસર્જનનાં દિવસે વહેલી સવારે મિત્ર કિરણભાઈ પટેલ સાથે મોટરસાઇકલ નંબર GJ/19/AL/0605 લઈ સુરાલી ગામેથી રોસવાડ ગામે કિરણભાઈના ઘરે ગયા હતા.




ત્યારબાદ રોસવાડથી તડકેશ્વ જઈ રહ્યા હતા જોકે આ દરમિયાન તડકેશ્વ ગામની સીમમાં તડકેશ્વ રોસવાડ રોડ પર સામેથી આવતી મોટરસાઇકલ નંબર GJ/19/BB/3768 સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં પિંકેશ વસાવાને શરીરે ગંભીર ઇજાઓ થતા તડકેશ્વની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના મોટાભાઈ અંકુરભાઈએ મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application