સુરત જિલ્લા LCB પોલીસે સુરતનાં પલસાણા તાલુકાનાં એના ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે લિસ્ટેડ મહિલા બુટલેગરે ઘરના પાછળ વાડામાં સંતાડેલ રૂપિયા 55 હજારનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એકની અટક કરવામાં આવી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, LCB પોલીસ સ્ટાફને મળેલ બાતમીનાં આધારે પોલીસે પલસાણા તાલુકાનાં એના ગામે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર મીના રમેશ રાઠોડે તેમના ઘરની સામે રહેતા સુધાનાં ઘરના વાડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો 170 નંગ જેની કિંમત રૂપિયા 55 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા બુટલેગરની અટક કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર ચીખલીનાં અશોક નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application