સુરતનાં માંડવી તાલુકાનાં રૂપણ ગામ નજીક પીકઅપ ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બેને ગંભીર ઇજા પહોંચી હતી. જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં ગોડધા ગામે ગોડાઉન ફળીયામાં રહેતા રાજેશભાઈ શુકકરીયાભાઈ ચૌધરી (ઉ.વ.47) શનિવારે સાંજે પોતાના મિત્ર તુષાર મણિલાલ ચૌધરી સાથે રીપેર માટે મુકેલી મોટરસાયકલ લેવા માટે માંડવી જવા નીકળ્યા હતા.
તે સમયે રૂપણ ગામની સીમમાં માંડવી ઝંખવાવ રોડ પર માંડવી તરફથી પુરઝડપે આવતા પિકઅપે તેમની મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સવાર બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં રાજેશ શુકકરીયા ચૌધરી અને તુષાર મણિલાલ ચૌધરીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં રાજેશનું સારવાર દરમિયાન બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં મોત થયું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર સાહિલે માંડવી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પિકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500