Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ચાર વોન્ટેડ

  • October 26, 2022 

સુરતનાં બારડોલીનાં જોગી ફળિયા નજીકથી કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થા સાથે એકને ઝડપી પાડી પડ્યો હતો, જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકનાં બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બારડોલી આર.ટી.ઓ. થઈ કાન ફળિયા તરફ આવનાર છે અને તે કારનું પાયલોટીંગ રાજુ ઉર્ફે રાજુ ખાનસિંગ રાઠોડ તથા હિતેશ રાજુ રાઠોડનાઓ એક મોપેડ પર કરી રહ્યાં છે.




જે બાતમીનાં આધારે પોલીસે જોગી ફળિયા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની અલ્ટો કાર આવી ચઢતા તેને રોકી કારમાં તલાશી લેતા વિદેશી દારૂની બોટલો નંગ 261 જેની કિંમત રૂપિયા 33,180/- તથા મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 1,43,180/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે આકાશ રાજુ રાઠોડની ધરપકડ કરી હતી, જ્યારે રાજુ ખાનદેશી રાઠોડ, હિતેશ રાજુ રાઠોડ, રાહુલ વસાવા અને મેહુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application