મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં અને હાલ પલસાણા બલેશ્વર ગામે ઇકો પાર્કમાં રહેતા મહેન્દ્રસિંગ (ઉ.વ.18)નાનો તેના મિત્ર ગજરીયા સાથે કે.ટી.એમ. બાઇક નંબર MP/09/XA/2786 લઈ ગત મંગળવારે બલેશ્વરથી તાંતીથૈયા કપડા લેવા નીકળ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે નંબર-48 પર ગ્રીન લેન્ડ રિસોર્ટની સામે પાછળ આવતી ટ્રક નંબર HR/47/C/2418નાં ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક બંને પટકાયા હતા. જેમાં ચાલક મહેન્દ્રસિંગ દેસાઈને ગંભીર ઇજાઓ થતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જોકે પાછળ બેઠેલ ગજરીયા પંચાલને બંને હાથે ફ્રેક્ચર થયું હતુ. અકસ્માત અંગે મૃતકના ભાઈએ પલસાણા પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application