કડોદરા પોલીસે નિયોલ ખાતેથી અવાવરું જગ્યાએ છુપાવી રાખેલ રૂપિયા 28 હજારથી વધુનાં દારૂ સાથે એકને ઝડપી 4 બુટલેગરનોને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ નાઓએ સયુંકત રાહે બાતમી મળી હતી કે, કડોદરા પોલીસ મથકનાં લિસ્ટેડ બુટલેગરનો ઈશ્વર વાસફોડીયા તથા સોમાભાઈ રાઠોડ નાઓના મેળાપીણામાં ભારતીય બનાવટનો
વિદેશી દારૂનો જથ્થો લાવી નિયોલ ગામની સીમમાં નિયોલથી મ્હોણી ગામે જતાં રસ્તે પરના રેલવે પુલની બાજુમાં અવાવરૂ જગ્યાએ સંતાડી રાખેલ છે અને આ દારૂ સુરત શહેરમાં પહોંચાડવાના પેરવીમાં છે.
જે બાતમી આધારે પોલીસની ટીમે સ્થળ પર રેઈડ કરતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 168 બોટલો મળી આવી હતી. પોલીસે ગુના સંદર્ભે સ્થળ પરથી મુકેશભાઈ દલસુખભાઈ વસાવા (રહે.નિયોલ ગામ, નવું ફળિયું, હળપતિ વાસ) નાંની અટક્યાત કરી રૂપિયા 28,000 દારૂ તેમજ TVS કંપનીનું મોપેડ કિંમત 50,000/- મળી કુલ રૂપિયા 78,000/-નો મુદ્દામાલ કબ્જે કરી નિયોલની મહિલા બુટલેગરનો શકુબેન રાઠોડ, અંત્રોલીનો લિસ્ટેડ બુટલેગર ઇશ્વર વાસફોડીયા અને પ્રવીણ વાસફોડીયા તમેજ એક ઇસમ મળી કુલ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500