સુરતનાં મહુવા તાલુકાનાં ઔડચ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ એકની ધરપકડ કરી હતી, જ્યારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, એક ફોર્સ કંપનીની તુફાન ગાડી નંબર GJ/26/N/9340માં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી કડોદરા તરફ લઈ જવામાં આવવાનો છે. જે બાતમીનાં આધારે પોલીસે મહુવા તાલુકાના ઔડચ ગામની સીમમાં વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની ગાડી આવી ચડતાં તેને રોકી તલાશી લેતાં ચોરખાનામાંથી વિદેશી દારૂની 576 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વિદેશી દારૂ, ગાડી, રોકડ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 3,82,290/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે ઉદયકુમાર રામની ધરપકડ કરી હતી, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનારા સેલવાસના છોટુ નામના ઇસમ અને જથ્થો મંગાવનારા કડોદરાનાં સંતોષ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500