સુરતનાં માંડવી તાલુકાનાં અરેઠ ગામે વરલી મટકાનાં આંક પર જુગાર રમી રહેલા નવ જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સોમવારે સાંજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, માંડવીનાં અરેઠ ગામે સાજિદખાન ફરીદખાન પઠાણ (રહે.માર્કેટ ફળિયું,અક્ષા મસ્જિદ પાસે,માંડવી) અરેઠ ગામે ઇંડિયન ઓઇલ પેટ્રોલ પંપની ગલીમાં આવેલા ફાફડ ફળિયામાં રામુભાઈ બાબુભાઇ ભાળિયાન્મ દરવાજા આગળ ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી વરલી મટકાના અંક પર જુગાર રમાડી રહ્યો છે.
જે બાતમીનાં આધારે પોલીસે છાપો માર્યો હતો અને પોલીસે સ્થળ પરથી અરવિંદ લક્ષ્મણ વસાવા (રહે.ઝાબ ગામ, માંડવી), અક્ષય નરોત્તમ વસાવા (રહે.ઝાબ ગામ, માંડવી), કરણ જયેન્દ્ર ગામીત (રહે.નવું ફળિયું, માંડવી), મુસા સુલેમાન ઘડિયા (રહે.બૌધાન ગામ,માંડવી), રવજી જેઠીયા ચૌધરી (રહે.નંદપોર ગામ, માંડવી), વિષ્ણુ મણિલાલ વસાવા (રહે ઝાબ ગામ, માંડવી), અશોક લીમ્બા પવાર (રહે.અરેઠ ગામ, માંડવી), અલ્પેશ અર્જુન વસાવા (રહે.નરેણ ગામ, માંડવી) અને મુકેશ વેચાણ વસાવા (રહે.ઝાબ ગામ, માંડવી) નાની અટક કરી હતી.
જ્યારે મુખ્ય આરોપી સાજિદખાન ફરીદખાન પઠાણ અને અક્ષય વસાવા ન પકડાતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ, પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 14,140/-, 8 નંગ મોબાઇલ અને 6 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,22,910/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500