માંડવી તાલુકાનાં કરંજ ખાતે રહી મિલમાં ઓપરેટરનું કામ કરતા યુવક કરંજ ગામે સહયોગ હોટલ નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે એક અજાણ્યા બાઈક ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં કરંજ ગામે ઓમ કોમ્પલેક્સમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સંદીપ શેષમણી શર્મા (ઉ.વ.28)નાઓ ગત તા.19મી ઓક્ટોબરનાં રોજ રાત્રીનાં 8.30 વાગ્યાના સમયે કરંજ ગામે સહયોગ હોટલની સામેનો રોડ ક્રોસ કરી રહ્યો હતો.
તે સમયે બાઈક નંબર GJ/05/PQ/7051નાં ચાલકે બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સંદીપ શર્માને અડફેટમાં લેતા તેને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને પહેલા સારવાર માટે તડકેશ્વર સીફા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આવી વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સંદીપભાઈ શર્માએ બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application