કડોદરા બસ સ્ટેન્ડની સામે શાકભાજી માર્કેટ સામેથી એક શંકાસ્પદ મોટર સાઇકલ નંબર GJ/05/PA/4659 પર ત્રણ યુવાનોની અટકયાય કરી પૂછપરછ કરતા તેમની પાસેથી વિવિધ જગ્યાએથી ચોરાયેલ રેડમી નોટ 105 મોબાઈલ, રેડ મી 8 pro અને રિયલ મી C-21 મોબાઈલ, રિયલ મી C-25 RMX 3261 મોબાઈલ, વિવોY 16 મોબાઈલ મળી કુલ 5 ફોન મળી આવ્યા હતા.
જોકે ઝડપાયેલા ત્રણેય યુવાન રાજદીપ ઉર્ફે દિપક પંડિત અશોકભાઈ રાય (રહે.310 શિવ સાગર સોસાયટી, જોળવા ગામ, પલસાણા), સંદીપ ફુલચંદભાઈ મૌર્યા (રહે.વી.કે.રેસિડેન્સી, હલધરું, કામરેજ) અને અમિતસિંગ કૃષ્ણાસિંગ રાઠોડ (રહે.વસ્તુ પૂજા સોસાયટી, 195 હલધરું, કામરેજ) નાઓએ આ મોબાઈલ વિવિધ જગ્યાએથી ચોર્યા હોવાનું કબુલ્યું હતુ. આમ, પોલીસે ત્રણેય યુવાનોની અટકયાય કરી મોટરસાયકલ તેમજ 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500