સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કડોદરા CNG પંપની નજીકમાં બાતમી આધારે હાઇવે પરથી એક ટ્રકને થોભાવી ચેક કરતા ટ્રકમાં વેસ્ટ કાપડનાં ચીંથરાની આડમાં રૂપિયા 13,79,130/-નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો ગત રવિવારનાં રોજ કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી આધારે કડોદરા CNG પંપ નજીક બાપા સીતારામ વે બ્રિજની નજીક કડોદરાથી પલસાણા તરફનાં સર્વિસ રોડ પર ઉભેલ એક ટ્રક નંબર GJ/26/T/7039માં તપાસ કરતા તેમાં પાછળનાં ભાગે કાપડનાં ચીંથરાના વેસ્ટ પોટલાની આડમાં લઈ જવાતી વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ ઝડપી લેવામાં આવી હતી.
ઘટના સ્થળેથી પોલીસે 13,79,130/-નો વિદેશી દારૂ કબ્જે કરી ડ્રાઇવર મોહમદ શાહિદ ઉર્ફે સમીર અબ્દુલ અઝીઝ કોલી (રહે.સંગ્રામપુરા, સુરત) નાની અટકાય કરી ગુનામાં સંડોવાયેલા કુલ 5 વ્યક્તિઓ નિઝામુદ્દીન હાફેઝ ઉર્ફે આઝાદ ખ, વિશાલ ઉર્ફે ઈંડો મરાઠી, પરિમલ, સંજય ઉર્ફે વેળાવળ ઈશ્વરભાઈ પટેલ અને કલ્પેશ રાણા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે ટ્રક, મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 19,84,930/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500