સુરતના કડોદરા ચાર રસ્તા પરથી પસાર થતી એક ટ્રકની પાછળ દારૂ પીને બેફામ ચલાવતા સ્ક્રોપીયો કાર ચાલકે કારની ટક્કર મારી કાર ચાલક અને બાજુમાં બેઠેલા ઇસમે ટ્રક ડ્રાઈવરને માર મારતા ટ્રક ચાલકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા ટ્રક ડ્રાઇવર દિનેશ ઓમપ્રકાશ ગુપ્તા ગત તા.30 જુલાઈના રોજ મુંબઈથી ઓમ તૂરન્ટ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર MH/01/CV/1448 લઈ કેમિકલમાં બેરલ ભરી બરોડા ખાતે ઉતારવા માટે જઈ રહ્યા હતાં.
તે દરમિયાન ગત તા.31 જુલાઈના રોજ મોડી રાતે 10 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નંબર 48 પરથી કડોદરા ચાર રસ્તા પરના ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન ટ્રકની પાછળ એકાએક બેફામ મહિન્દ્રા સ્કોર્પયો કાર નંબર GJ/05/JK/2181ના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. અને એટલું ઓછું હોય એમ સ્કોર્પયો ગાડીને ટ્રકની આગળ રોકી કાર ચાલક રાહુલભાઈ ગબરૂભાઈ ડાંગર તેમજ તેની બાજુમાં બેઠેલા વિજયભાઈ જેરામભાઈ તતપરા ટ્રક ડ્રાઇવરને ટ્રક માંથી ખેંચી કાઢી જાહેરમાં ઢીકકમુકકાનો માર માર્યો હતો.
તેમજ બંને યુવાનો દારૂ પીધેલા હાલતમાં હોવાના કારણે ટ્રક ચાલકને ઢીકકકમુકાનો માર મારીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કડોદરા ચાર રસ્તા પર ઘટના કારણે ટ્રાફિક જામ થઈ જતા કડોદરા પોલીસ પહોંચી હતી અને બંને કાચ ચાલકને કડોદરા પોલીસ મથકે લઈ આવી હતી. બનાવ અંગે ટ્રક ચાલકના ફરિયાદના આધારે કડોદરા પોલીસે બંને યુવાનો નબીરા વિજય તતપરા અને રાહુલ ડાંગર વિરુદ્ધ દારૂ પી ને ગાડી ચલાવવા અકસ્માતમાં સર્જવા જાહેરમાં મારમારી કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500