સુરત શહેરનાં કુંભારીયા ગામનાં સહયોગ ટ્રાન્સપોર્ટનાં ગેટ પાસે પાર્ક મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રકમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડી રોકડ અને ટ્રક સહિત કુલ રૂપિયા 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત સિટી ક્રાઇમ બ્રાંચે બાતમીનાં આધારે કુંભારીયા ગામનાં પાદર ફળીયામાં સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટ પાસે ખાડી કિનારે પાર્ક ટ્રક નંબર MH/48/J/0772ની તલાશી લીધી હતી.
જે અંતર્ગત ડ્રાઇવર કેબીનમાંથી ડ્રાઇવર સદ્દામ શફીક શેખ (રહે.ગુલશેર નગર,માલેગાંવ,જિ.નાસીક,મહારાષ્ટ્ર) અને ક્લીનર નાસીર હુસૈન ઇકબાલ અહેમદ અંસારી (રહે.નવા આઝાદ નગર,માલેગાંવ,જિ.નાસીક,મહારાષ્ટ્ર) નાને ઝડપી પાડી કેબીનમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો. જોકે ક્રાઇમ બ્રાંચની ટીમે ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 53 હજાર, સદ્દામની તલાશી લેતા તેની પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા 1.53 લાખ, ટ્રક કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આમ, પોલીસે સદ્દામ અને નાસીર વિરૂધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જયારે પ્રાથમિક પૂછપરછમાં માંલેગાંવના ગફાર શેખ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાની અને સુરતમાં ગફાર નામના ઈસમને ડિલીવરી આપવાનો હોવાની કબૂલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500