Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ : મુંબઈ-અમદાવાદ રોડ પરનાં અકસ્માતમાં સારવાર દરમિયાન કલીનરનું મોત, અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ

  • April 15, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાં ધોળે દિવસે આઇસર ટ્રક ચાલકે અજાણી ટ્રક પાછળ ધડાકા ભેર અથડાવી દેતા આઇસર ટ્રકમાં બેઠેલા ક્લીનરનું મોત નિપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, ગત તારીખ 13/03/2023નાં રોજ બપોરનાં સમયે કામરેજ ચાર રસ્તા પરથી કિમ તરફ જતા સર્વિસ રોડ ઉપર ખોલવડ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પરથી પસાર થતી આઇસર ટેમ્પો નંબર GJ/27/X/6432નાં ચાલકે એક અજાણી ટ્રક પાછળ ધડાકા ભેર અથડાવી હતી જે ગમખ્વાર અકસ્માતમાં અજાણી ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો અને આઇસર ટ્રક ચાલક પણ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો.






જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં આઇસર ટ્રકમાં બેઠેલો સ્વીપર જયદીપભાઈ પરબતભાઈ ભીલ (રહે.મંગલદીપ ફળિયુ ,ચિકોડરા ચોકડી આનંદ મૂળ રહે.કાળીયારાય ગામ લીમખેડા જી.દાહોદ) નાઓને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે ઇજાગ્રસ્તને સુરતની સ્મીમેર/હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયારે સારવાર દરમિયાન સ્વીપર જયદીપ ભીલનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે સ્થાનિકે કામરેજ પોલીસ મથકનાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application