બારડોલી તાલુકાનાં વાંસકુઈ ગામની સીમમાં મઢીથી માંડવી જતા રોડ પર પૂરઝડપે જતી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થવાથી સુરતની સ્મિમેર હોસ્પિટલમાં મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં ભેંસુંદલા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંજયભાઈ સુરજીભાઈ ચૌધરી (ઉ.વ.આશરે 40) જેઓ સોમવારે સવારના સમયે મઢી માંડવી રોડ પર વાંસકુઈ ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે પોતાનાં કબ્જાની બાઈક પર રસ્તો ક્રોસ કરતા હતા તે દરમિયાન પૂરઝડપે આવતી એક ઇકો કારે તેમની બાઈકને અડફેટમાં લીધી હતી. જોકે આ અકસ્માતમાં સંજયભાઈને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકનાં નાનાભાઈ વિજયભાઈએ બારડોલી ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતા પોલીસે કારનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application