Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈકની અડફેટે આવતાં અજાણ્યા રાહદારીનું ઘટના સ્થળે મોત

  • September 15, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કરંજ ગામે બાઈક ચાલકે રસ્તે જતા અજાણ્યા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક પણ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસા, ઓલપાડનાં ઝાંખડીગામે શેખનિઝામ ફળિયામાં રહેતા અશોકભાઈ મહેશભાઈ રાઠોડ જેઓ મંગળવારનાં રોજ મોડી રાતે પોતાની હોંડા ડ્રિમ યુગા બાઈક નંબર GJ/05/LB/0926 લઈ નીકળ્યા હતા.




તે દરમિયાન કરંજ ગામની સીમમાં ઓલપાડથી કરંજ જતા રસ્તે જીનોદ મોટી નહેર નજીકથી પસાર થઇ રહ્યા હતા તે સમયે રસ્તે જતા અજાણ્યા રાહદારીને અડફેટે લેતા અજાણ્યા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ તેમજ બાઈક ચાલક અશોકભાઇ રાઠોડ નાને ગંભીર ઇજાઓ થયા ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application