સુરત શહેરનાં સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જયારે મધરાત્રે બનેલી આ ઘટના પાછળ લાઈટ ઓન કરતા જ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં દાખલ એક દિકરી અને પતિ-પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના મધરાત્રીના 2:53ની છે અને મકાન નંબર-9 શિવદર્શન રેસીડેન્સી ટુ સિવાન ગામ સાયણના તિવારી મહેશ સીયારામના ઘરમાં બની હતી.
મધરાત્રે દિકરી રવિતા શૌચાલય માટે લાઈટ ઓન કરતા જ બ્લાસ્ટ થયો હતો. જેમાં રવિતા, મહેશભાઈ અને તેમના પત્ની મીનુબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ કોસાડ અને કામરેજ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. જોકે ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પાડોશીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જમીન પર તફડતા ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાંથી ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ રીફર કરાતા 40-50 ટકા દાઝી ગયા હોવાનું સામે આવ્યું હતું. ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જયારે હાલ ત્રણેયની હાલત નાજુક હોવાનું ડોક્ટરએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500