Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અકસ્માત બાદ યુવકનું સારવાર દરમિયાન મોત

  • October 09, 2022 

સુરતનાં બારડોલી તાલુકાના તાજપોર ગામે ટેકરી ફળિયામાં રહેતા સાજનભાઈ સુરેશભાઈ રાઠોડ ગત તા.10 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે પોતાની સાઈન મોટરસાઇકલ નંબર GJ/19/BG/2346 લઈ અમીધારા રાઈસ મિલની સામેથી બારડોલી નવસારી રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વણાંકમાં પુરઝડપે મોટરસાઇકલ કાબુ નહિ રહેતા રસ્તાની બાજુમાં પડેલા લોખંડમાં ભૂંગળા સાથે મોટરસાઇકલ ધડાકાભેર અથડાઈ હતી.




ત્યારબાદ ઇજાગ્રસ્ત સાજન રાઠોડને બારડોલી સરદાર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા હય ગત તા.7 ઓક્ટોબરના રોજ મોડી સાંજે ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application