સુરત જિલ્લા ગ્રામ્યના માંડવી પોલીસ મથક વિસ્તારમાં ગત તા.1/3/2019નાં રોજ ઇમરાન સરવૈયા અને રવિ બગેલા મહિદ્રા ઝાયલો ગાડીના 2,03,200/-નાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા જે ગુનામાં દારૂ મંગાવનાર હનીફભાઈ ભૂરાભાઈ મુલતાનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ગુરુવારનાં રોજ સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટિમ માંડવી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી તે સમયે સયુંકત રાહે મળેલી બાતમી આધારે હનીફભાઈ ભૂરાભાઈ મુલતાની (રહે.ઝંખવાવ, મુલતાની ફળિયું, તા.માંગરોળ) નાઓને માંડવીના ધોબણી નાકા પાસેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application