સુરત જિલ્લાનાં કડોદરાનાં પરપ્રાંતીય વિસ્તારમાં આવેલ એક રેસિડેન્સીનાં ફ્લેટમાં રહેતા વ્યક્તિ દ્વારા બહારથી માણસો લાવી જુગાર રમાડતા હોવાની ફરિયાદ મળતા કડોદરા પોલીસે રેડ કરી 6 જુગારીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ શ્રીનિવાસ ગ્રીન સિટીમાં ઓમ રેસિડેન્સીનાં પ્રથમ માળે 104 નંબરના ફ્લેટમાં અરવિંદભાઈ બારોટ નામના ઈસમ દ્વારા બહારથી માણસો બોલાવી તેમની પાસે ભાડું વસૂલી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા કડોદરા પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા ફ્લેટમાં કુંડાળું વળી ગાજીપાના પત્તા પર રૂપિયાનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
આમ, પોલીસે જુગાર રમતા 6 વ્યક્તિઓ અરવિંદભાઈ બારોટ, અજય મકવાણા, હરેશભાઇ શિયાળ, અજય વાઘેલા, સંજયભાઈ પરમાર, નિતેશભાઈ કુસ્વાહા (તમામ રહે.સુરત) નાઓની અટકાયત કરી દાવમાં લાગેલા 38,800/- તેમજ આરોપીની અંગઝડતી અને મોબાઈલનાં 21,500/- મળી કુલ રૂપિયા 60,300/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500