Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં માણેકપોર ગામે જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • January 03, 2023 

બારડોલી ગ્રામ્ય પોલીસ માણેકપોર ગામે જુગાર રમી રહેલા 6 જુગારીઓને રંગે હાથ પકડી પાડી પોલીસ તેમની પાસેથી રૂપિયા 19,500/-થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, માણેકપોર ગામે ટેકરી ફળિયામાં આવેલ મધુબેનના ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગંજીપાનાં પર હારજીતન જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ છાપો માર્યો હતો.




જોકે પોલીસને જોઈ કેટલાક શખ્સો સ્થળ પરથી નાસવા લાગ્યા હતા. જે પૈકી 6 જણાને પોલીસ પકડી પાડયા હતા. જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ સ્થળ પરથી પરેશ ઈશ્વર રાઠોડ, સુરેશ દિનેશ હળપતિ, આર્યન રમેશ હળપતિ, જયેશ સુકા રાઠોડ, ભરતભાઇ ધીરુભાઈ હળપતિ (તમામ રહે. માણેકપોર) અને કિશન મહેશ ચૌધરી (રહે. બેડીફળિયા, મઢી, તા.બારડોલી) નાને પકડી લીધા હતા. જ્યારે સ્થળ પરથી નાસી છૂટેલ શિવા ઉર્ફે નાનજી રાજૂ રાઠોડ (રહે.મઢી, બેડી ફળિયા) નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી 4 નંગ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 19,580/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application