Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર ચાલકે ચારથી વધુ બાઈક ચાલકોને અડફેટે લેતાં અકસ્માત

  • September 03, 2022 

નવસારી સિવિલ હોસ્પિટલ પાસે એક કાર ચાલકે ગફલતભરી રીતે કાર હાંકતા ચારથી વધુ બાઈક ચાલકોને અડફેટે અકસ્માત સર્જી લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. બનાવની વિગત એવી છે કે, સિવિલ હોસ્પિટલની સામે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તો સાથે જ અન્ય રાહદારીઓને પણ અડફેટે લીધા હતા.




જેથી તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે કાર ચાલક ત્યાંથી ભાગવાના પ્રયાસ કરતા લોકોએ પકડી તેને ટાઉન પોલીસમાં લઈ જવામાં આવ્યો હતો જેમાં પોલીસે અકસ્માત મુદ્દે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application