સુરત LCB પોલીસ સ્ટાફનાં માણસો અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચંન્દ્રકાંત પાટીલ નામનો ઇસમ એક નંબર વગરની ચોરીની બાઈક લઇ ચલથાણ લક્ષ્મીનગર ખાતેથી નીકળી કડોદરા તરફ જવાનો છે. જેને શરીરે બ્લયુ કલરનો સફેદ લાઇનીંગવાળો લાંબી બાઇનો શર્ટ તથા બ્લ્યુ કલરનો જીન્સ પેંટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી વાળો ઈસમ મોટરસાઈકલ સાથે ઉભેલ હતો. જેને નામ પૂછતાં તેને ચન્દ્રકાન્ત ગોરખભાઈ પાટીલ (રહે.લક્ષ્મીનગર ચલથાણ, પલસાણા, મૂળ રહે. જિ.પારોળા, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતુ.
જોકે મોટરસાઈકલ બાબતે સઘન પુછપરછ કરતા વાંકાનેડા ગામે આવેલ ધનપ્રીયા મીલ પાસે આવી ત્યા આગળ ઘણી મોટરસાઈકલ પાર્ક કરેલ હોય જેમાથી પોતાની પાસેની ચાવી વડે અલગ-અલગ મોટરસાઈકલમાં લગાવી જોતા એક મોટરસાઈકલમાં ચાવી લાગી જતા ત્યાથી ચોરી કરી દુર અંધારા જઈ નંબર પ્લેટ કાઢી નાખેલ હોવાની કબુલાત કરી હતી. જેથી આરોપી પાસેથી મળી આવેલ ચોરીની એક મોટરસાઈકલ તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 25,500/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડોદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500