સુરતનાં માંડવી તાલુકાનાં નરેણ ગામે સાપે ડંખ મારતાં યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, માંડવીનાં નરેણ ગામે આશ્રમ ફળિયામાં રહેતા રાજેશભાઈ વસાભાઈ ગામીત (ઉ.વ.32) જેઓ ગત તા.20મી ઓક્ટોબ૨નાં રોજ સાંજે ઘ૨નાં વાડામાં ગયા હતાં, જ્યાંથી પરત ઘરે ફરતી વખતે તેઓનાં ડાબા પગની છેલ્લી આંગળી લર ઝેરી સાપે ડંખ માર્યો હતો. જે અંગેની જાણ થતાં તેમને પ્રાથમિક સારવાર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application