વ્યારા ખાતે રહેતા ગેસ એજન્સીનાં બે કર્મચારી સુરત સચિનથી વ્યારા જઈ રહ્યા હતા તે સમયે બારડોલીનાં કિકવાડ ગામે તેમની બાઈકને પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં બાઈક સવાર એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ, એકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા ખાતે વ્યારા સોનગઢ રોડ પર આવેલ ચીખલીનાકાની આગળ આવેલ એચ.પી. ગેસ એજન્સીની ઓફિસમાં રહેતા માણેકરામ ભગવાનરામ બિસનોઈ ગેસ એજન્સીમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવે છે.
જોકે બુધવારનાં રોજ માણેકરામ અને તેના મિત્ર મદનલાલ રાજારામ બિસ્નોઈ બાઈક નંબર RJ/19/SN/0966 લઈ સુરતનાં સચિન ખાતેથી વ્યારા આવી રહ્યા હતા. તે સમયે બપોરનાં સમયે બારડોલીનાં કીકવાડ ગામે તેમની બાઈકને પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી ઉડાવી દીધા હતા. જોકે આ અકસ્માતમાં ચાલક માણેકરામને ગંભીર થઈ હતી અને મદનલાલ બિશ્નોઇને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે માણેકરામએ બારડોલી રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application